17 April, 2023 12:13 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
૪૬ કારની હરાજીમાંથી મળશે ૧૫૨ કરોડ રૂપિયા
આવતા મહિને ૪૬ કારની હરાજી થવાની છે, જેના દ્વારા ૧૫ મિલ્યન પાઉન્ડ, અંદાજે ૧૫૨ કરોડ રૂપિયા મળશે એવી શક્યતા છે. ૨૧ જેટલી કાર ફેરારી છે. કેટલીક તો છેક ૧૯૫૦ની છે. એક ફેરારી કાર તો માત્ર ૧૫ માઇલ જેટલી જ ચલાવવામાં આવી છે. સૌથી મોંઘી કાર ૧૯૬૧ની ફેરારી ૨૫૦ જીટી એસડબ્લ્યુબી મૉડલ છે જે ૭.૫ મિલ્યન પાઉન્ડ અંદાજે ૭૬ કરોડ રૂપિયામાં વેચાય એવી શક્યતા છે. ૧૯૬૮ની ફિલ્મ ‘ધ લવ બગ’માં એને દેખાડવામાં આવી હતી. ૧૯૫૬નું ફેરારી ૫૦૦ ટીઆર સ્પાઇડર ૩.૯ મિલ્યન પાઉન્ડ અંદાજે ૩૯ કરોડ રૂપિયામાં વેચાય એવી શક્યતા છે.
ફેરારી ઉપરાંત ૧૯૫૫ની મર્સિડીઝ બેન્ઝ ૩૦૦ એસએલ ગુલવિંગ અને ૧૯૫૬ની મર્સિડીઝ બેન્ઝ ૩૦૦ એસસી રોડસ્ટર પણ વેચાણમાં મુકાશે. ૨૦૧૯ની બુગાટી ચિરોનની પણ હરાજી થશે. આ તમામ કારને હાલ સ્વીડનમાં રાખવામાં આવી છે. જો તમારું એટલું બજેટ હોય તો તમે પણ આ સ્ટનિંગ ક્લાસિક ફેરારીની સવારી કરી શકો છો.