03 October, 2024 04:22 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
કેટલાક લોકોને ડાન્સ કરતા જોઈને યુવતી એટલી ખુશ થઈ જાય છે કે રિક્ષામાંથી ઊતરીને ડાન્સ કરવા પહોંચી
બૅન્ગલોર કૉર્પોરેટ કલ્ચરનું જ હબ છે એવું નથી. જાતજાતના સમાચારોનું પણ હબ છે. ત્યાં જાતજાતની, ક્યારેક ચિત્રવિચિત્ર તો ક્યારેક રમૂજ કરાવતી ઘટનાઓ બન્યા કરે છે. બૅન્ગલોરનો એક વિડિયો હમણાં વાઇરલ થયો છે. એક યુવતી રિક્ષામાં ક્યાંક જઈ રહી છે અને રસ્તા પર જોરદાર ટ્રાફિક જૅમ થયો છે. રોડ સાઇડ પર કેટલાક લોકોને ડાન્સ કરતા જોઈને યુવતી એટલી ખુશ થઈ જાય છે કે રિક્ષામાંથી ઊતરીને ડાન્સ કરવા પહોંચી જાય છે. ટ્રાફિક હળવો થતાં યુવતી પાછી આવીને રિક્ષામાં બેસી જાય છે.