ઠંડા-ઠંડા પાણીથી નહાવાની જપાનની ધાર્મિક વિધિ

16 January, 2023 12:18 PM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

શિન્ટોઇઝમને માનનારાઓ ધાર્મિક વિધિ દરમ્યાન ભાગ્યના દેવતા ડાઇકોકુને શ્રદ્ધાંજલિ આપે છે

ઠંડા-ઠંડા પાણીથી નહાવાની જપાનની ધાર્મિક વિધિ

જપાનના પુરુષોએ ત્યાંના નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે આત્માને શુદ્ધ કરવા માટે બરફના પાણીમાં સ્નાન કર્યું હતું. જપાનના શિન્ટો પરંપરામાં માનનારા લોકો ટોક્યોમાં આવેલા કાન્ડા માયોજિનની સમાધિ પાસે ભેગા થયા હતા અને ઠંડા પાણીથી નહાવાની પરંપરામાં ભાગ લીધો હતો. પુરુષોએ સફેદ રંગની લંગોટી પહેરી હતી અને માથા પર પટ્ટી બાંધી હતી. ત્યાર બાદ તેઓ ઠંડું પાણી લાકડાના વાસણમાં ભરીને પોતાના શરીર પર રેડતા હતા. આ ધાર્મિક વિધિમાં ભાગ લેતાં પહેલાં તેઓ પ્રાર્થના કરવા ભેગા થાય છે. શિન્ટોઇઝમને માનનારાઓ ધાર્મિક વિધિ દરમ્યાન ભાગ્યના દેવતા ડાઇકોકુને શ્રદ્ધાંજલિ આપે છે. તેમના મતે આ પાણી તેમના શરીર અને આત્માને શુદ્ધ કરે છે.

offbeat news japan tokyo new year culture news international news