Tinder Chat Viral: ‘હું કેમ તને ડેટ કરું?’ છોકરીએ પૂછ્યું, ને છોકરાએ મોકલ્યું લાંબુલચક...

29 January, 2024 11:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Tinder Chat Viral: એક મહિલા યુઝરે સોશિયલ નેટવર્કિંગ સાઈટ એક્સ પર ડેટિંગ સાથે જોડાયેલો અને તેની સાથે બનેલો રસપ્રદ બનાવ શૅર કર્યો છે.

ડેટિંગની પ્રતીકાત્મક તસ્વીર

આજના ડિજિટલ યુગમાં ડેટિંગ કલ્ચર ઘણું વ્યાપી ગયું છે. અનેક લોકો ડેટિંગ એપ્સ પર સમય આપતા હોય છે. ટીંડર, બંબલ જેવી તો અનેક એપ્સ છે જેમાં યુગલો એકબીજાને ડેટ કરતાં હોય છે. 

આ સાથે જ જેમ જેમ સોશિયલ મીડિયાનું ચલણ વધતું જાય છે તેમ તેમ આ પ્રકારના ડેટિંગ એપ્સ (Tinder Chat Viral)ના વપરાશમાં પણ સરેરાશ વધારો નોંધાયો છે. યુગલો આવા એપ્સ પર એકબીજાને જાણવાના હેતુસર ચેટિંગ કરતાં હોય છે. 

તાજેતરમાં જ એક મહિલા યુઝરે સોશિયલ નેટવર્કિંગ સાઈટ એક્સ પર ડેટિંગ સાથે જોડાયેલો અને તેની સાથે બનેલો રસપ્રદ બનાવ શૅર કર્યો છે. વાત કઇંક એમ છે કે આ મહિલા ટિન્ડર મૅચ (Tinder Chat Viral)ને પૂછ્યું હતું કે તેણીએ શા માટે તેને ડેટ કરવી જોઈએ? ત્યારે છોકરાએ એક આખું પીપીટી પ્રેઝન્ટેશન તૈયાર કરીને એને મોકલ્યું હતું. આ યુઝરનું નામ તમન્ના છે.

છોકરાએ પીપીટીમાં શું દર્શાવ્યું હતું?

પ્રેઝન્ટેશનનો સ્ક્રીનશૉટ (Tinder Chat Viral) શૅર કરતા છોકરીએ એક્સ અકાઉન્ટ પર જણાવ્યું હતું કે મેં જ્યારે ટિન્ડર મેચને પૂછ્યું કે મારે તેને કેમ ડેટ કરવી જોઈએ. આના પર તેને એક આખી PPT લિંક મળી હતી. આ પ્રેઝન્ટેશનમાં છોકરાએ તેના અવનવા શોખ વિશે જણાવ્યું હતું. જેમ કે તેને વિવિધ પ્રકારના ખોરાક ગમે છે અને કૂતરા પણ ગમે છે.. વગેરે

પાવર પ્રેઝેન્ટેશનમાં કયા કયા શોખને દર્શાવવામાં આવ્યો છે?

જે તે છોકરાએ તેના પાલતુ કૂતરાની કેટલીક તસવીરો શૅર કરી હતી. સાથે જ તેને ગમતા લોકોની યાદી પણ મોકલી હતી. જેને તે માણસ યોગ્ય માનતો હતો. આ યાદીમાં તેનો કૂતરો, તેના પાડોશીનો કૂતરો, તેના મકાનમાલિક અને તેના સુરક્ષા ગાર્ડનો પણ તેણે સમાવેશ કર્યો હતો. 

Tinder Chat Viral: જો ભોજનની વાત કરવામાં આવે તો છોકરાએ એ પણ જણાવ્યું કે તેને ગોલગપ્પા ખાવાનું પસંદ છે. વળી તે જીમમાં પણ જાય છે અને સ્વિમિંગ પણ જાણે છે. એટલેથી જ ન અટકતા આ છોકરાએ બીજી સ્લાઈડમાં ઉમેર્યું હતું કે, “આ મને સાચો રસ્તો લાગે છે. હું કંઈપણ  માટે તૈયાર છું.”

પોતાના કુતરાથી માંડીને કેટલાક લોકોનો ઉલ્લેખ કર્યા બાદ આ છોકરાએ જણાવ્યું હતું કે તેને મોડી રાતની ચા પણ પીવી બહુ જ ગમે છે. દૂર સુધી પહાડો જોતા જોતા મેગી ખાવાનો પણ તેણે ઉલ્લેખ કર્યો હતો. આટલું જ નહીં, તેણે એવા લોકોની યાદી તૈયાર કરી છે જે તેને સારા જીવનસાથી તરીકે ઓળખાવી શકે છે. આમાં તેનો કૂતરો, તેના પાડોશીનો કૂતરો, દરેક શેરી બિલાડી અને કૂતરો, તેની હાઇસ્કૂલ ક્રશ, તેના સુરક્ષા ગાર્ડ અને તેના મકાનમાલિકનો પણ સમાવેશ થાય છે.

offbeat videos offbeat news international news social networking site social media