16 May, 2024 10:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઍમી અને ઍનો નામની બે બહેનો
જ્યૉર્જિયામાં સોશ્યલ મીડિયાએ ૧૯ વર્ષ પછી જોડિયા બહેનોનો ભેટો કરાવ્યો હતો. ઍમી અને ઍનો નામની બે બહેનો ચાઇલ્ડ-ટ્રાફિકિંગનો ભોગ બની હતી અને તેને જુદા-જુદા પરિવારમાં વેચી દેવામાં આવી હતી. રસપ્રદ વાત એ છે કે ઍમીએ ૧૨ વર્ષની ઉંમરે ‘જ્યૉર્જિયા ગૉટ ટૅલન્ટ’ નામના શોમાં ઍનોને જોઈ હતી, પણ એ વખતે ઍમીના પરિવારે એમ કહીને વાત ઉડાડી દીધી હતી કે દરેકના હમશકલ હોય છે.
જોકે બન્ને બહેનો ૭ વર્ષ બાદ એક ટિકટૉક-વિડિયોને કારણે એકમેકના પરિચયમાં આવી અને વાતચીતમાં ખબર પડી કે બન્નેને એક જ આનુવંશિક રોગ છે. એ ઉપરાંત તેઓ વેસ્ટર્ન જ્યૉર્જિયાની એક જ મૅટરનિટી હૉસ્પિટલમાં જન્મી હતી જે હવે અસ્તિત્વમાં નથી. તેમનાં જન્મનાં પ્રમાણપત્ર સાથે પણ છેડછાડ થઈ હતી. રૂબરૂ મળ્યા બાદ એ વાત વધારે સ્પષ્ટ થઈ ગઈ કે બન્ને ખરેખર જોડિયા બહેનો છે. ઍમી અને ઍનો બન્નેની હેરસ્ટાઇલ સરખી છે, તેમની મ્યુઝિકની ચૉઇસ સરખી છે અને બન્નેને ડાન્સનો શોખ છે.