જ્યારે શાકાહારી વાઘે તરબૂચ ખાવાનો કર્યો પ્રયત્ન, અને પછી થયું કંઇક આ...

30 August, 2020 06:33 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

જ્યારે શાકાહારી વાઘે તરબૂચ ખાવાનો કર્યો પ્રયત્ન, અને પછી થયું કંઇક આ...

તસવીર સૌજન્ય (વીડિયોમાંથી લેવામાં આવેલ સ્ક્રીન શૉટ)

સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો વાયરલ (Video Viral) થઈ રહ્યો છે, જેને જોઇને તમે તમારું હસવું નહીં અટકાવી શકો. આ વીડિયોમાં દેખાય છે કે વાઘ (Tiger) કોઇક મેદાનમાં વચ્ચે તરબૂચ ખાવાનો પ્રયત્ન કરી રહ્યો છે. જો કે, આ વાતની પુષ્ઠિ નથી થઈ કે આ વાઘ શાકાહારી છે કે તે શાકાહારી બનવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેથી તે પોતાના સ્વભાવથી વિપરીત જઈને તરબૂચ ખાવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.

આ દરમિયાન તે પોતાના ધારદાર દાંતથી તરબૂચ પર હુમલો કરે છે, પણ તરબૂચમાં જરા પણ ફેર પડતો નથી. ત્યાર બાદ સ્વભાવગત રીતે વાઘ ગુસ્સે થઈ જાય છે. તેને લાગે છે કે કદાચ તરબૂચ તેના પરાક્રમને પડકાર આપે છે. અને વાઘ તરબૂચ પર વાંરવાર જોર-જોરથી પ્રહાર કરે છે. ત્યાર બાદ વાઘને સફળતા મળે છે, પણ જેવા તરબૂચના ટુકડા થઈ જાય છે.

વાઘ વિચારમાં પડી જાય છે કે આ કેવી રીતે શક્ય થઈ શકે. વાઘ તરબૂચ ખાવાનો પ્રયત્ન કરે છે. પછી તેનો રંગ લાલ કેવી રીતે થઈ ગયો? પછી વાઘ તરબૂચ નથી ખાતો, પણ ગર્જના કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કરે છે. આ જોઇને અન્ય એક વાઘ તરબૂચને જોઇ રહ્યો છે અને જાણે કહેવા માગતો હોય કે તારો વ્રત તો તૂટી ગયો. આ વીડિયો ખરેખર હાસ્યાસ્પદ છે.

આ વીડિયોને ભારતીય વન સેવાના અધિકારી સુશાંત નંદાએ શૅર કર્યો છે. સુશાંતે આ પહેલા પણ અનેક વીડિયો પોતાના સોશિયલ મીડિયા ટ્વિટર અકાઉન્ટ પરથી શૅર કર્યા છે. આ સમાચાર લખાયા સુધી સુશાંત નંદાના આ વીડિયોને આ સમાચાર લખાયા સુધીમાં સાડા 10 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. હજાર જેટલા લાઇક્સ મળ્યા છે. જ્યારે ઘણાં લોકોએ કોમેન્ટ પણ કરી છે. એક યૂઝરે તો કોમેન્ટમાં લખ્યું છે કે આને કહેવાય ટ્વિટરની તાકત, વાઘ પણ સુધરી ગયો.

national news offbeat news