01 December, 2022 10:50 AM IST | Madrid | Gujarati Mid-day Correspondent
૧૧ દિવસ સુધી જહાજના આગળના ભાગમાં બેસી રહ્યા ત્રણ યુવકો
એક સારા ભવિષ્યની તલાશમાં નાઇજીરિયાથી ત્રણ યુવકો કોઈને ખબર ન પડે એ રીતે ઑઇલ લઈને જતા વિશાળ શિપના આગળના ભાગમાં સંતાઈને બેસી ગયા હતા. આ રીતે તેમણે ૧૧ દિવસ સુધી મુસાફરી કરી હતી. જહાજ સોમવારે સવારે સ્પેનના કૅનેરા ટાપુ પર લાંગર્યું ત્યારે તેમને સારવાર માટે હૉસ્પિટલ લઈ જવાયા હતા. જહાજ નાઇજીરિયાના લાગોસથી ૧૭ નવેમ્બરે રવાના થયું હતું.