15 September, 2024 08:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સામાજિક ધિક્કારનો વધુ એક કિસ્સો ગાઝિયાબાદમાં બન્યો છે. લોની બોર્ડર પાસે આમિર ખાન સાબિર ખાન ખુશી જૂસ કૉર્નર નામની દુકાનમાં જૂસ વેચે છે. શુક્રવારે ઇન્દ્રાપુરી રહેતો એક માણસ તેની દુકાને જૂસ પીવા આવ્યો હતો. જૂસનો સ્વાદ બહુ ખરાબ હોવાની ફરિયાદ કરી. પછી એ માણસે જૂસમાં પેશાબ નાખ્યો હોવાનો આક્ષેપ કરતાં લોકો રોષે ભરાયા અને આમિર ખાનને ખૂબ માર માર્યો. છેવટે પોલીસ બોલાવવી પડી. પોલીસે આવીને તપાસ કરતાં દુકાનમાંથી પેશાબ ભરેલી એક લીટરની બૉટલ પણ મળી આવી. જૂસમાં પેશાબ ભેળવીને આપતો હોવાનું આમિર ખાને સ્વીકાર્યું હતું. આ પહેલાં ગ્રેટર નોએડામાં ઢાબાનો સંચાલક તંદૂરી રોટલીમાં થૂંકતો હોવાની ઘટનાએ પણ હોબાળો મચાવ્યો હતો.
ન્યુઝપેપરનો ફૅન્સી ડ્રેસ
રીસાઇકલ, રીયુઝ અને રિડ્યુસનો સંદેશો આપવા માટે મંડીની દયાનંદ ઍન્ગ્લો વેદિક સ્કૂલમાં ફૅન્સી ડ્રેસની કૉમ્પિટિશનમાં એક બાળકી ન્યુઝપેપરનાં કટિંગ્સમાંથી બનાવેલો ડ્રેસ પહેરીને નીકળી હતી. માત્ર કપડાં જ નહીં, બૅન્ગલ્સ પણ ન્યુઝપેપરમાંથી જ બનાવેલા હતા.