ત્રણ વર્ષથી બંકરમાં રહે છે પરિવાર

10 May, 2023 01:03 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ઇન્ટરનેટ કન્સલ્ટન્ટ રુબેન રોમેરો તેની પત્ની જૉન અને ચાર બાળકો એડન, એનોક, ઝિઓન અને સેલેસ્ટિયલ સાથે જૂન ૨૦૨૦થી ૬૦૦૦ ચોરસ ફુટના પરમાણુ પ્રતિરોધક કમ્યુનિકેશન બંકરમાં રહે છે.

ત્રણ વર્ષથી બંકરમાં રહે છે પરિવાર

એક સાયન્સ ફિક્શનમાં એવી વાર્તા છે જેમાં લોકો ધરતીના પેટાળમાં રહે છે, કારણ કે ઉપરની સપાટી ઝેરી હોવાથી નિર્જન છે. જોકે અમેરિકાના જ્યૉર્જિયા સ્ટેટમાં એક પરિવાર ખરેખર ભૂર્ગભમાં રહે છે. ઇન્ટરનેટ કન્સલ્ટન્ટ રુબેન રોમેરો તેની પત્ની જૉન અને ચાર બાળકો એડન, એનોક, ઝિઓન અને સેલેસ્ટિયલ સાથે જૂન ૨૦૨૦થી ૬૦૦૦ ચોરસ ફુટના પરમાણુ પ્રતિરોધક કમ્યુનિકેશન બંકરમાં રહે છે.

૧૯૬૦માં ટેલિકમ્યુનિકેશન કંપની એટીઍન્ડટી દ્વારા બનાવવામાં આવેલું આ બંકર અને ૧૩ એકર જમીન તેમણે ૩,૦૦,૦૦૦ ડૉલર (અંદાજે ૨.૪૩ કરોડ રૂપિયા)માં ખરીદ્યું હતું. આ બંકરમાં ઇન્ટરનેટ, હવાને ફિલ્ટર કરવા માટે કન્ટ્રપ્શન, ગટર અને પાણી શુદ્ધીકરણ માટેનું યુનિટ મૂકવામાં આવ્યું છે. ઇન્ડક્શન હૉટપ્લેટ, માઇક્રોવેવ અને ઍર ફ્રાયર સાથે કામચલાઉ રસોડું ઊભું કરાયું છે. આ બંકરમાં ચાર મોટા ઓરડા છે જેની ૧૬.૫ ફુટની છત છે. જમીનની ઉપર તેઓ જરૂરી ખેતી કરે છે. બાળકો બંકરમાં રહે છે એ જાણીને ઘણાને આશ્ચર્ય થાય છે. બંકરમાં રહેવાનો વિચાર આવ્યો ત્યાર બાદ યોગ્ય બંકર શોધતાં તેમને ૭ વર્ષ લાગ્યાં હતાં.

offbeat news united states of america washington