04 February, 2023 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ સુપરયૉટ સંપૂર્ણપણે ગ્લાસમાંથી બની છે
નવી ડિઝાઇનર જોઝેફ ફોકિસ દ્વારા અનાવરિત કરવામાં આવેલા ‘અદૃશ્ય’ ૨૯૦ ફુટ સુપરયૉટ પેગાસસ લક્ઝરી જહાજ સંપૂર્ણપણે અરીસાવાળા કાચનું બનેલું છે. સ્ટ્રક્ચરનું ભવ્ય અને જટિલ જાળીનું માળખું કાચ દ્વારા વિવિધ લાઇટમાં ચોક્કસ ખૂણા પર દૃશ્યમાન થશે. બિલ્ટ-ઇન-સોલર પૅનલ્સ પ્રવાસીઓ માટે પ્રતિબિંબની બીજી તક ઉમેરશે.
બોટને ચલાવવા માટે સૌર-ઇલેક્ટ્રિક પાવર પ્રદાન કરવા માટે સુપરસ્ટ્રક્ચરના કાચમાં પરાવર્તિત સૉલર ફૅન છે. મુસાફરીને ગ્રીન પણ આકર્ષક રીત બનાવવા માટે હાઇડ્રોજન હાઇબ્રીડ સ્રોત સાથે સુમેળભર્યાં કામ કરશે એવો તેમણે દાવો કર્યો છે. પેગાસસનાં દરેક પાસાંમાં તેમના પર્યાવરણીય વિચારશીલ મૅસેજને પ્રમોટ કરવાનું પસંદ કરવામાં આવ્યું છે. બોટમાં એના કેન્દ્ર તરીકે પ્રભાવશાળી બહુસ્તરીય ‘ટ્રી ઑફ લાઇફ’ હાઇડ્રોફોનિક ગાર્ડન છે, જે તાજો ખોરાક અને શુદ્ધ હવા પ્રદાન કરે છે. પ્રકૃતિનું પ્રતીક સુપરયૉટ રોબોટિક 3D પ્રિન્ટિંગ મશીન વડે બનાવવામાં આવશે.