28 November, 2023 10:51 AM IST | soloman island | Gujarati Mid-day Correspondent
વૅનગુનુ જાયન્ટ ઉંદર
સાયન્ટિસ્ટ્સે ૨૦૧૭માં મસમોટા ઉંદરની એક નવી પ્રજાતિની શોધ કરી હતી. હવે આ અત્યંત રૅર ક્રીચરને પહેલી વખત કૅમેરામાં કૅપ્ચર કરવામાં આવ્યું છે. સોલોમન આઇલૅન્ડ્સમાં રહેતા લોકલ્સ લોકો પાસે મસમોટા ઉંદરની સ્ટોરી છે. તેઓ એવો દાવો કરે છે કે આ ઉંદરો એમના દાંતથી લીલાં નારિયેળને પણ ચાવી જાય છે. જોકે આવાં ઍનિમલ્સનું ખરેખર અસ્તિત્વ છે કે નહીં એ એક રહસ્ય હતું. છેક હવે આ અત્યંત રૅર ક્રીચરને કૅમેરામાં કૅપ્ચર કરાયું છે. વૅનગુનુ જાયન્ટ નામના આ ઉંદરની લંબાઈ ૧.૫ ફૂટ સુધીની છે, જે ટિપિકલ બ્લૅક કે બ્રાઉન ઉંદર કરતાં ત્રણથી ચારગણું મોટું છે.