07 July, 2024 10:13 AM IST | lucknow | Gujarati Mid-day Correspondent
રોબો
ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં ચૌધરી ચરણ સિંહ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર પર હાલમાં બે રોબો તહેનાત કરવામાં આવ્યા છે જે આખો દિવસ સફાઈકામ કર્યા કરે છે. આ બે રોબો લખનઉના ટર્મિનલ-૩નું સફાઈકામ સંભાળે છે. ઍરપોર્ટ અધિકારીઓનું કહેવું છે કે જ્યારથી આ રોબો મૂકવામાં આવ્યા છે લોકો એ જોવા ઊભા રહી જાય છે. સફાઈનું કામ એટલી ઝડપથી કરે છે કે જોનારા દંગ રહી જાય. સતત ૮ કલાક ૩૬૦ ડિગ્રી સુધી તેઓ સફાઈકામ કરે છે. એક વારના ચાર્જિંગમાં આ રોબો ૭૦,૦૦૦ સ્ક્વેર ફુટની સફાઈ કરે છે. બ્લુટૂથ કે વાઇફાઇથી એને સેંકડો ફુટ દૂરથી પણ કન્ટ્રોલ કરી શકાય છે