19 June, 2024 02:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સામાન્ય રીતે મા પોતાના બાળકને કોઈ પણ જાતના વ્યસનથી દૂર રાખવાના પ્રયત્ન કરતી હોય છે, પણ આસામના સિલચરમાં બહુ વિચિત્ર ઘટના બની છે. માત્ર ૨૦ મહિનાના દીકરાના મોઢામાં તેની માએ સિગારેટ મૂકી દીધી હતી એટલું જ નહીં, તેને દારૂ પીવાનું દબાણ પણ કર્યું. આવી વાત કોઈ જલદી માની ન શકે એટલે કોઈકે મહિલાનો ફોટો મૂકીને સ્થાનિક ચાઇલ્ડ હેલ્પલાઇનમાં ફરિયાદ કરી હતી. ફોટોમાં આ મહિલા તેના બાળકને સિગારેટ અને આલ્કોહૉલ આપતી જોવા મળી હતી. પોલીસને આ ઘટનાની જાણ થતાં એ મહિલાના ઘરે પહોંચી હતી. પોલીસે માસૂમ બાળકને છોડાવીને માતાની અટકાયત કરી હતી. હાલમાં માતા અને બાળક ચાઇલ્ડ વેલ્ફેર કમિટીની કસ્ટડીમાં છે.
આ મહિલાએ ખરેખર આવું કૃત્ય કર્યું હતું કે
નહીં એની તપાસ કર્યા બાદ તેની સામે યોગ્ય પગલાં લેવામાં આવશે. દરમ્યાન સોશ્યલ મીડિયા પર આ ઘટનાનો ફોટો વાઇરલ થતાં લોકોએ આ મહિલા પર પસ્તાળ પાડી છે. એક વ્યક્તિએ કહ્યું કે આ મહિલા સામે યોગ્ય કાર્યવાહી કરીને બાળકને દત્તક આપી દેવું જોઈએ. તો બીજા યુઝરે જણાવ્યું હતું કે આ મહિલાને કાઉન્સેલિંગની જરૂર છે. જો વિદેશમાં આવું બન્યું હોત તો આ મહિલાને તરત જેલમાં જવું પડ્યું હોત.