આ ભાઈ એક કલાક હગ કરવાની ૭૭૧૨ રૂપિયા ફી લે છે

13 May, 2023 01:24 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

આ બિઝનેસ પાછળના ફન્ડા વિશે તેણે કહ્યું કે...

ટ્રેવોર

ઇંગ્લૅન્ડમાં રહેતા ટ્રેવોર હુટન નામના એક ભાઈ અજબ કામગીરી કરીને દર કલાકે ૭૫ પાઉન્ડ (લગભગ ૭૭૧૨ રૂપિયા)ની ફી મેળવે છે. તે એવી સર્વિસ પૂરી પાડી રહ્યો છે જેના વિશે તમે કદાચ ક્યારેય સાંભળ્યું નહીં હોય. ટ્રેવોર વાસ્તવમાં એક કલાક સુધી હગનું સેશન ઑફર કરે છે. ટ્રેવોરે કહ્યું કે ‘મેં હ્યુમન કનેક્શન્સ બનાવવા માટેના મારા પૅશન પર મારો બિઝનેસ ઊભો કર્યો છે. એ લોકોને હગ કરવાથી વિશેષ છે. મારી પાસે મિક્સ્ડ ગ્રુપ આવે છે. કેટલાક લોકો કમ્ફર્ટ માટે એકલા આવે છે, જ્યારે કેટલાક ગ્રુપમાં આવે છે.’

આ બિઝનેસ પાછળના ફન્ડા વિશે તેણે કહ્યું કે ‘બીજા કોઈ માનવીના સપોર્ટ વિના સ્ટ્રેસનો સામનો કરવો મુશ્કેલ છે. પર્સનલ ઇશ્યુ હોય કે ફૅમિલી ઇશ્યુ હોય કે સ્ટડીનો સ્ટ્રેસ હોય, જો તમારી વાત સાંભળવા માટે કોઈ હોય તો એ સારી બાબત છે. જોકે બીજી કોઈ વ્યક્તિ સામે પોતાનો પ્રૉબ્લેમ રજૂ કરવો મુશ્કેલ છે, પરંતુ મારી થેરપીથી ખરેખર લોકોને મારા પર ભરોસો થાય છે અને તેઓ તેમની સમસ્યા વિશે વાત કરવા માટે કમ્ફર્ટેબલ થાય છે.’

offbeat news international news england