આ તો ખરેખર માથાભારે માણસ ૩૦ સેકન્ડમાં પીણાંનાં ૩૯ કૅન્સ કપાળથી ફોડ્યાં

17 July, 2024 09:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધાતુના ટિન સાથે માથું અફાળવું ડેન્જરસ છે અને આ પ્રકારના સ્ટન્ટ્સને રેકૉર્ડમાં સમાવવા જ ન જોઈએ.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

પાકિસ્તાનના કરાચીના મોહમ્મદ રશીદ નામના માણસે પોતાનું માથું એટલું મજબૂત બનાવ્યું છે કે એની સામે ઍલ્યુમિનિયમનું કૅન પણ પચકાઈ જાય છે. એટલું જ નહીં, કપાળ અફાળીને મોહમ્મદ રશીદ ડ્રિન્ક્સનાં ઍલ્યુમિનિયમ કૅન્સ તોડી નાખે છે. તાજેતરમાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ નોંધાવવા માટેની ખાસ ઇવેન્ટમાં રશીદે જસ્ટ ૩૦ સેકન્ડમાં ૩૯ કૅન્સ કપાળથી અફાળીને ફોડી નાખ્યાં હતાં અને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કરી લીધો હતો. મોહમ્મદ રશીદ ૧ મિનિટમાં ૫૮ કૅન્સ કપાળથી ફોડવાનો રેકૉર્ડ પણ ધરાવે છે. જોકે સોશ્યલ મીડિયામાં તેનું આ કારનામું જોઈને લોકોએ ઇમ્પ્રેસ થવાને બદલે ચિંતા વ્યક્ત કરી હતી કે આવી ચૅલેન્જ હોવી જ ન જોઈએ. ધાતુના ટિન સાથે માથું અફાળવું ડેન્જરસ છે અને આ પ્રકારના સ્ટન્ટ્સને રેકૉર્ડમાં સમાવવા જ ન જોઈએ.

offbeat news pakistan guinness book of world records