એક સમયની લક્ઝરી હોટેલના બિલ્ડિંગમાં હવે રહે છે ૨૦,૦૦૦ લોકો

07 October, 2024 04:36 PM IST  |  China | Gujarati Mid-day Correspondent

બિલ્ડિંગનું નામ છે રીજન્ટ ઇન્ટરનૅશનલ. ૬૭૫ ફૂટ લાંબી અંગ્રેજીના S શેપની ૩૯ માળની ઇમારતમાં એક આખું ગામ વસેલું છે એમ કહીએ તો ચાલે. ૩૯ માળમાં કુલ ૧૪ લાખ સ્ક્વેર મીટરનું બાંધકામ થયેલું છે.

રેસિડેન્શ્યલ બિલ્ડિંગ

કોઈ બહુમાળી બિલ્ડિંગમાં વધુમાં વધુ કેટલા લોકો રહી શકે? બે હજાર કે ત્રણ હજાર? પણ ચીનનું એક બિલ્ડિંગ છે જેમાં ૨૦,૦૦૦ લોકો રહે છે. વિશ્વના સૌથી મોટા રેસિડેન્શ્યલ બિલ્ડિંગનો રેકૉર્ડ ધરાવતા ચીનના કિઆન્જિઆંગ શહેરનું બિલ્ડિંગ આમ તો માત્ર ૩૯ માળનું જ છે, પણ એમાં રેકૉર્ડબ્રેક સંખ્યામાં લોકો રહે છે. આ બિલ્ડિંગનું નામ છે રીજન્ટ ઇન્ટરનૅશનલ. ૬૭૫ ફૂટ લાંબી અંગ્રેજીના S શેપની ૩૯ માળની ઇમારતમાં એક આખું ગામ વસેલું છે એમ કહીએ તો ચાલે. ૩૯ માળમાં કુલ ૧૪ લાખ સ્ક્વેર મીટરનું બાંધકામ થયેલું છે. એમાં હજારો હાઈ-એન્ડ રેસિડેન્શ્યલ અપાર્ટમેન્ટ્સ છે. 

આ બિલ્ડિંગની બીજી ખાસિયત એ છે કે એમાં માત્ર રહેવાસીઓ જ નથી, પણ માગો એ તમામ સુખસુવિધાઓ પણ છે. ગ્ર‍ોસરી સ્ટોરથી લઈને બાર્બર શૉપ, સૅલોં, કૅફે અને હોટેલમાં ખાવા જવા માટે પણ તમારે બિલ્ડિંગમાંથી બહાર નીકળવાની જરૂર નથી. જોકે હજી એમાં બીજા ૧૦,૦૦૦ લોકો સમાવી શકાય એમ છે એવું કહેવાય છે.

china news social media guinness book of world records offbeat news