11 December, 2022 09:25 AM IST | London | Gujarati Mid-day Correspondent
આ છે દુનિયાનો સૌથી ઝડપી શેડ
દુનિયામાં આ સૌથી ફાસ્ટ શેડ છે, જેણે એની ટૉપ સ્પીડ સાથે રેકૉર્ડ તોડ્યો છે. @BarcroftCars દ્વારા યુટ્યુબ પર અપલોડ કરવામાં આવેલા એક વિડિયોમાં આ શેડ જોવા મળ્યો હતો. કેવિન નિક્સે તેની દીકરી સાથે મળીને ઘરે જ આ હાઈ-સ્પીડ શેડ તૈયાર કર્યો છે. એણે ઇંગ્લૅન્ડના યૉર્કમાં એલવિંગ્ટન ઍરફીલ્ડમાં ૧૦૬ માઇલ પ્રતિ કલાકની સ્પીડ પકડી હતી.
ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સની વેબસાઇટ પર ઑફિશ્યલ એન્ટ્રીમાં લખાણ છે કે સૌથી વધુ ઝડપી મોટરાઇઝ્ડ ગાર્ડન શેડ યુકેના કેવિન નિક્સ દ્વારા બાંધવામાં અને ચલાવવામાં આવ્યું. આ શેડને તૈયાર કરતાં કેવિનને ૫૦૦૦ પાઉન્ડ (લગભગ પાંચ લાખ રૂપિયા)નો ખર્ચ થયો છે. આ વેહિકલ વાસ્તવમાં ફોક્સવૅગન પસ્સેટ બેઝ્ડ છે. જોકે એમાં ઓડી વી8નું પેટ્રોલ એન્જિન છે. વાસ્તવમાં એ દુનિયામાં રસ્તા પર લીગલી ચલાવી શકાય એવો એકમાત્ર મૉટરાઇઝ્ડ શેડ છે.