હાઈ હીલ્સ સાથે ફુટબૉલ આમ રમાય

06 June, 2021 09:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મિઝોરમના સ્પોર્ટ્સ મિનિસ્ટર રૉબર્ટ રોમાવિયા રોયટેએ પણ પોતાના ટ્વિટર-હૅન્ડલમાં આ ક્લિપ શૅર કરીને કહ્યું હતું કે આ વાતથી સાબિત થાય છે કે ફુટબૉલ માત્ર છોકરાઓની રમત નથી.

હાઈ હીલ્સ સાથે ફુટબૉલ આમ રમાય

ઇન્ટરનેટ પર મિઝોરમની ૧૪ વર્ષની યુવતી સિન્ડી નામની ટીનેજરનો વિડિયો વાઇરલ થયો છે, જેમાં તે હાઈ હીલ્સ પહેરીને ફુટબૉલને રમાડે છે  નીચે પડવા દેતી નથી. વિડિયો કીપી-અપ્પી ચૅલેન્જના ભાગરૂપ છે. ગયા વર્ષે જાણીતા ફુટબૉલ ખેલાડીઓએ એમાં ભાગ લીધો હોવાથી આ ચૅલેન્જ ઘણી વાઇરલ થઈ હતી. જોકે એમાં ફુટબૉલને બદલે ટૉઇલેટપેપર રોલનો ઉપયોગ થયો હતો. સિન્ડીએ હાઈ હીલ્સ પહેરીને આવું કરતબ બતાવીને ઘણાને આશ્ચર્યચકિત કર્યા હતા. મિઝોરમના સ્પોર્ટ્સ મિનિસ્ટર રૉબર્ટ રોમાવિયા રોયટેએ પણ પોતાના ટ્વિટર-હૅન્ડલમાં આ ક્લિપ શૅર કરીને કહ્યું હતું કે આ વાતથી સાબિત થાય છે કે ફુટબૉલ માત્ર છોકરાઓની રમત નથી.

offbeat news