ગ્વાલિયરના મહારાજને બ્રિટિશરોએ આપેલી ટ્રેનનો ઉપયોગ થાય છે ભોજન સર્વ કરવામાં

02 April, 2024 10:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જાણીતા ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ સ્વાદની સફર કરાવતી આ ટ્રેનનો વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

ગ્વાલિયરના મહારાજાનો મહેલ

સામાન્ય લોકોએ ચાલતી ટ્રેનમાં જમવાનો અનુભવ અનેક વાર મેળવ્યો હશે, પણ રાજા-મહારાજાઓની વાત અલગ હોય છે. ગ્વાલિયરના મહારાજાના મહેલમાં ભવ્ય અને વિશાળ ડાઇનિંગ ટેબલ પર સુંદર મજાની રેલગાડીમાં અવનવી વાનગીઓ પીરસવામાં આવે છે. જાણીતા ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ સ્વાદની સફર કરાવતી આ ટ્રેનનો વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. સ્વાભાવિકપણે જ આ વિડિયોને જબ્બર પ્રતિસાદ મળ્યો હતો. કમેન્ટમાં એક યુઝરે આ ટ્રેન ગ્વાલિયર પૅલેસના મ્યુઝિયમમાં રાખવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તેમણે એમ પણ લખ્યું હતું કે ગ્વાલિયરના મહારાજાને બ્રિટિશરો દ્વારા આપવામાં આવેલી આ ટ્રેનનો ઉપયોગ હવે ખાસ પ્રસંગોએ જ કરવામાં આવે છે.

offbeat videos offbeat news