આ આઇફોનની કિંમત છે ૩.૭૧ કરોડ રૂપિયા!

09 July, 2023 10:10 AM IST  |  Moscow | Gujarati Mid-day Correspondent

આ ડાયમન્ડ સ્નોફ્લૅક આઇફોનની વિશેષતા સ્માર્ટફોનની બૅકપ્લેટની સાથે અટેચ કરાયેલું વિશાળ પેન્ડન્ટ છે

આઇફોન

રશિયન લક્ઝરી બ્રૅન્ડ કૅવિયર સ્માર્ટફોન્સના કસ્ટમાઇઝ્ડ વર્ઝન્સ બનાવવા માટે જાણીતી છે. રિસન્ટ્લી એક રશિયન યુટ્યુબ ચૅનલે એક આઇફોનનો વિડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં દાવો કર્યો હતો કે એ દુનિયાનો સૌથી મોંઘો આઇફોન-૧૪ પ્રો મૅક્સ છે, જેની કિંમત સાડાચાર લાખ ડૉલર (એટલે કે લગભગ ૩.૭૧ કરોડ રૂપિયા) છે.

સ્વાભાવિક રીતે સવાલ થાય કે લમ્બોર્ગિની સુપરકાર કરતાં આઇફોન-૧૪ની કિંમત કેવી રીતે વધારે હોઈ શકે? એનો જવાબ એ છે કે એને સેંકડો ડાયમન્ડ્સથી જડવામાં આવ્યો છે અને એનું નામ ડાયમન્ડ સ્નોફ્લૅક રાખવામાં આવ્યું છે, જેના માત્ર ત્રણ જ પીસ અવેલેબલ છે. એને બ્રિટિશ જ્વેલરી બ્રૅન્ડ ગ્રાફ સાથે પાર્ટનરશિપમાં તૈયાર કરાયા છે.

આ ડાયમન્ડ સ્નોફ્લૅક આઇફોનની વિશેષતા સ્માર્ટફોનની બૅકપ્લેટની સાથે અટેચ કરાયેલું વિશાળ પેન્ડન્ટ છે. આ પેન્ડન્ટ પ્લૅટિનમ અને વાઇટ ગોલ્ડનું બનેલું છે.

apple iphone russia offbeat news international news