બ્રાઝિલમાં પૂરને લીધે ઘર ડૂબી ગયાં, છાપરા પર ફસાયેલા આ ઘોડાને બચાવી લેવામાં આવ્યો

11 May, 2024 02:25 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ઘોડાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું

ઘોડો પૂરગ્રસ્ત વિસ્તારમાં ઘરના છાપરા પર ફસાઈ ગયો

દક્ષિણ બ્રાઝિલના રિયો ગ્રાન્ડે દો સુલમાં વિનાશક વાવાઝોડાને લીધે રાજ્યનો મોટા ભાગનો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો હતો. ભારે વરસાદને કારણે ૧૦૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને લાખો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. આ દરમ્યાન એક ઘોડો પૂરગ્રસ્ત વિસ્તારમાં ઘરના છાપરા પર ફસાઈ ગયો હતો. ચારેકોર પાણીને લીધે ઘર ડૂબી ગયાં હતાં, પણ આ ઘોડો કોઈક રીતે સાંકડા છાપરા પર પહોંચવામાં સફળ થયો હતો. ઘોડાનો માલિક સ્થળાંતર કરતી વખતે બિચારા પ્રાણીને ત્યાં જ છોડીને ચાલ્યો ગયો હતો. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલો આ વિડિયો જોઈને લોકોને ઘોડા પર દયા આવી ગઈ હતી. જોકે ઘોડાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બચાવ-કર્મચારીઓએ એને બોટની મદદથી બહાર કાઢ્યો હતો. 

offbeat videos offbeat news brazil international news