ઝૂંપડીમાં ખોલ્યો મિની પેટ્રોલ પમ્પ, બજાર કરતાં ભાવ વધુ

13 November, 2024 01:46 PM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

રાઘોપુરમાં મોહનપુર રેફરલ હૉસ્પિટલ પાસે ઝૂંપડીની અંદર હિન્દુસ્તાન પેટ્રોલિયમનો પમ્પ ચાલે છે. પાછું પમ્પ એટલે તમે સમજો છો એવો નહીં, પેટ્રોલનું ટૅન્કર મૂકેલું છે

ઝૂંપડીની અંદર હિન્દુસ્તાન પેટ્રોલિયમનો પમ્પ ચાલે છે

બિહારમાં અજાયબીઓની બહાર આવી છે. રાઘોપુરમાં મોહનપુર રેફરલ હૉસ્પિટલ પાસે ઝૂંપડીની અંદર હિન્દુસ્તાન પેટ્રોલિયમનો પમ્પ ચાલે છે. પાછું પમ્પ એટલે તમે સમજો છો એવો નહીં, પેટ્રોલનું ટૅન્કર મૂકેલું છે અને એમાંથી જરૂર પ્રમાણે પેટ્રોલ કે ડીઝલ કાઢીને વાહનમાં માપિયાથી પૂરવાનું. અહીં સુરક્ષાની કોઈ વ્યવસ્થા નથી. કોઈ સેફ્ટી-કિટ પણ નથી. તમે માગો તો પણ બિલ ન મળે, કારણ કે એની પણ સુવિધા નથી. આમ છતાં રોજનું ૨૦૦થી ૨૫૦ લીટર પેટ્રોલ-ડીઝલ વેચાય છે, એ પણ બજારભાવ કરતાં મોંઘું. બીજા પમ્પ પર પેટ્રોલ ૧૦૭ અને ડીઝલ ૯૦ રૂપિયે વેચાય છે, પણ અહીં ૧૨૦ અને ૯૫ રૂપિયા ચૂકવવા પડે છે. પેમેન્ટ કરવા માટે રોકડ સિવાય ઑનલાઇનની સુવિધા છે. આવો બીજો પમ્પ રુસ્તમપુરમાં પણ છે. એ લોકો નદીમાર્ગે પેટ્રોલ મગાવે છે.

bihar news national news offbeat news social media