પાણીપૂરી સ્વાદિષ્ટ બને એ માટે લોટમાં હાર્પિક અને યુરિયા ખાતર ભેળવતા હતા

19 October, 2024 02:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અરવિંદ યાદવે આ વિડિયો ઉતાર્યો હતો અને કોઈક વાતે વાંકું પડ્યું એટલે એને વાઇરલ કરી દીધો હતો

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

પાણીપૂરી ગમે તેવી હાઇ-ફાઇ હોટેલમાં મળતી હોય પણ રસ્તા પર ઊભેલા રેંકડીવાળાની પાણીપૂરી જેવી મજા તો ન જ આવે. આવું અસંખ્ય લોકો કહેતા અને ઘણા તો માનતા પણ હોય છે, પરંતુ આ સમાચાર લોકોને પાણીપૂરી ખાતાં પહેલાં એક વાર વિચારતા કરી મૂકશે. ઝારખંડના ગઢવા શહેરમાં પાણીપૂરીની રેંકડી ચલાવતા અંશુ અને રાઘવેન્દ્ર પાણીપૂરી સ્વાદિષ્ટ બને એ માટે લોટમાં ટૉઇલેટ ક્લીનર હાર્પિક અને યુરિયા ખાતર ભેળવતા હતા. પછી એ લોટને પગથી ગૂંદીને બાંધતા હતા. આ વિડિયો સોશ્યલ મીડિયામાં ફરતો થયો અને પોલીસે બન્નેને પકડી લીધા છે. બન્નેએ કહ્યું કે તેમની માસીના દીકરા અરવિંદ યાદવે આ વિડિયો ઉતાર્યો હતો અને કોઈક વાતે વાંકું પડ્યું એટલે એને વાઇરલ કરી દીધો હતો.

national news india jharkhand offbeat news