03 January, 2025 02:37 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
લોકો રીલ બનાવવા માટે કઈ હદે જતા હોય છે એનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. ઉત્તર પ્રદેશના ફતેહપુરના શેખ બિલાલ નામના ભાઈએ ૨૦૨૪ને ધમાકેદાર વિદાય આપવા જે ગતકડું કર્યું એનાથી પોલીસ ચોંકી ગઈ છે. આ ભાઈએ નૅશનલ હાઇવે બે પર ઇન્સ્ટાગ્રામની રીલ માટે આગ લગાડી દીધી. તેણે પહેલાં રોડ પર પેટ્રોલ છાંટીને ૨૦૨૪ ચીતર્યું અને પછી એમાં આગ લગાડીને પોતાની ગાડીની આગળ ઊભો રહીને તમાશો જોતો રહ્યો. સ્વાભાવિક રીતે જ પોલીસે તેને અટકાયતમાં લીધો છે.