આ ખેડૂતે એક વર્ષ પૈસા વિના જીવવાનું નક્કી કર્યું છે

14 April, 2024 02:05 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

તેણે ઘર પણ લાકડામાંથી જાતે જ બનાવ્યું છે અને પૈસા ખર્ચીને લાવવો પડે એવો એક પણ સામાન લેતો નથી.

બ્રિટિશ ખેડૂત

ફ્રાન્સના ડ્યુઓલ્ટ શહેરમાં રહેતા અને ‘અ યર વિથ ધી અર્થ’ નામની કૉમિક-બુક લખનારા ‌બ્રિટિશ ખેડૂતે પૈસા વિના જીવન જીવવાનું નક્કી કર્યું છે. તે જાતે જ પોતાને જે ખાવા જોઈએ છે એ બેઝિક ફૂડ ઉગાડે છે અને કોઈ પણ પ્રકારના પૈસાનો વિનિમય ન કરવો પડે એ રીતે જીવે છે. તેણે ઘર પણ લાકડામાંથી જાતે જ બનાવ્યું છે અને પૈસા ખર્ચીને લાવવો પડે એવો એક પણ સામાન લેતો નથી.

offbeat news france