બૅન્ગલોરમાં ટ્રાફિક જૅમનો વિકલ્પ બનશે આ ઇલે‌ક્ટ્રિક ફ્લાઇંગ ટૅક્સી

19 October, 2024 02:23 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

આ ટૅક્સીને કારણે આવ-જા કરવાનો સમય ઘટશે અને બૅન્ગલોરમાં વાયુ પ્રદૂષણ પણ ઘટશે

ઇલેક્ટ્રિક ફ્લાઇંગ ટૅક્સી

ટેક સિટી બૅન્ગલોરમાં ટ્રાફિકની સમસ્યા બહુ વધી ગઈ છે. ટ્રાફિક જૅમને કારણે લોકોના કલાકો વેડફાઈ જાય છે, પણ ત્યાં હવે ટ્રાફિકની ઝંઝટથી દૂર થવાનો એક વિકલ્પ શોધાયો છે. બૅન્ગલોરની કંપની સરલા એવિયેશન ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક ફ્લાઇંગ ટૅક્સી લૉન્ચ કરવાની છે. શહેરમાં હેરફેર કરી શકાય એ માટે કંપનીએ ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઑફ ઍન્ડ લૅન્ડિંગ (EVTOL) વિમાન લાવવા માટે બૅન્ગલોર ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ લિમિટેડ (BIAL) સાથે સમજૂતી-કરાર કર્યા છે. આ ટૅક્સીને કારણે આવ-જા કરવાનો સમય ઘટશે અને બૅન્ગલોરમાં વાયુ પ્રદૂષણ પણ ઘટશે. ઈ-ટૅક્સી સેવન-સીટર હશે. ટૅક્સી માટેના પ્રસ્તાવિત રૂટ પણ કંપનીએ નક્કી કર્યા છે એ પ્રમાણે બૅન્ગલોર ઍરપોર્ટથી ઇલેક્ટ્રૉનિક્સ સિટી વચ્ચેનું બાવન કિલોમીટરનું અંતર કાપતાં અત્યારે ૩ કલાક થાય છે પણ ઈ-ફ્લાઇંગ ટૅક્સીમાં માત્ર ૧૯ મિનિટમાં પહોંચી શકાશે. એનું ભાડું ૧૭૦૦ રૂપિયા નક્કી થાય એવી ગણતરી છે.

offbeat news bengaluru india national news