આ ડ્રેસ કેકનો બનેલો છે

04 February, 2023 09:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્વિટ્ઝરલૅન્ડના એક બેકરે પહેરી શકાય એવો વિશ્વનો સૌથી મોટો કેક-ડ્રેસ બનાવી ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે.

આ ડ્રેસ કેકનો બનેલો છે

સ્વિટ્ઝરલૅન્ડના એક બેકરે પહેરી શકાય એવો વિશ્વનો સૌથી મોટો કેક-ડ્રેસ બનાવી ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. આ ડ્રેસ સ્વીટી કેક્સની નતાશા કોલિન કિમ ફાહ લી ફોકાસે રિસન્ટલી સ્વિટ્ઝરલૅન્ડના બેર્નમાં પ્રદર્શકો સામે પહેરી બતાવ્યો હતો. 
આ પહેરી શકાય એવા કેક-ડ્રેસનું વજન ૧૩૧.૧૫ કિલો છે. સ્વીટી કેક્સ ૨૦૧૪માં નતાશાએ સ્થાપી હતી, જે થુન અને સ્વિટ્ઝરલૅન્ડના કસ્ટમ કેકમાં વિશેષતા ધરાવતી બેકરી હોવાનું ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના અહેવાલમાં જણાવાયું છે.
ગિનેસ વર્લ્ડ રેકૉર્ડે એના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર આ ડ્રેસ પ્રદર્શિત કરતો વિડિયો અપલોડ કર્યો છે. નતાશા ફોકાસ કસ્ટમ કેક બનાવતી સ્વીટી કેક્સ નામની બેકરી ચલાવે છે. આ કેક તેણે સ્વિસ વર્લ્ડ વેડિંગ ફેર દરમ્યાન ખાસ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ માટે તૈયાર કરી હતી, જેને ફૅશન-શોના ફિનાલે દરમ્યાન લાવવામાં આવી હતી. લેયર્ડ કેક ડ્રેસ લગ્નના પહેરવેશનાં પરંપરાગત પાસાં સાથે શણગારવામાં આવ્યો હતો, જેમાં રૉયલ આઇસિંગના બનેલાં ફૂલ અને સ્વીટહાર્ટ નેકલાઇન હતી. ઇન્સ્ટાગ્રામ પર આ વિડિયોને ૧૩ લાખ વ્યુઝ મળ્યા છે. 

offbeat news switzerland