09 April, 2023 08:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ ડૉગ આલ્કોહૉલના ઍડિક્શનથી રિકવર થયો
તમે દારૂનું ઍડિક્શન છોડવા સ્ટ્રગલ કરતા માણસના કિસ્સા સાંભળ્યા હશે, પણ અહીં એક એવા ડૉગની વાત કરવાની છે જેનું આલ્કોહૉલ ઍડિક્શન છોડાવવા ખાસ કોશિશ થઈ. આ કિસ્સો ઇંગ્લૅન્ડના પ્લેમાઉથ સિટીના સબર્બ પ્લાયમ્પ્ટનનો છે, જ્યાં વુડસાઇડ ઍનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટમાં બે વર્ષના ડૉગ કોકોને બીજા એક ડૉગ સાથે લાવવામાં આવ્યો હતો. આ બન્ને ડૉગનો માલિક ગ્લાસમાં તેનું ડ્રિન્ક્સ અધૂરું રાખીને સૂવા જતો રહેતો હતો. એ પછી આ બન્ને ડૉગ એ ડ્રિન્ક પીતા હતા અને એમને એનું ઍડિક્શન થઈ ગયું હતું. આ ડૉગના માલિકના મૃત્યુ બાદ એમને રેસ્ક્યુ સેન્ટરમાં લવાયાં હતાં. બીજો ડૉગ મરી ગયો, પણ કોકો રિકવર થઈ ગયો છે.