midday

આ કાગડો છે કપડાંનાં હૅન્ગરનો કલેક્ટર

22 March, 2025 02:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાળપણમાં તરસ્યા પણ ચતુર કાગડાની વાર્તા તો બધાએ સાંભળી હશે, પણ સોશ્યલ મીડિયા પર આજકાલ એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

બાળપણમાં તરસ્યા પણ ચતુર કાગડાની વાર્તા તો બધાએ સાંભળી હશે, પણ સોશ્યલ મીડિયા પર આજકાલ એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. એમાં એક ચોર કાગડો જોવા મળે છે. આ કાગડાભાઈ કોઈકના ઘરની બાલ્કની પર સફેદ રંગનું હૅન્ગર મોંમાં લઈને રમતા જોવા મળે છે. એ પછી થોડીક વાર બાદ એ હૅન્ગર મોંમાં લઈને નજીકના ઇલેક્ટ્રિસિટીના થાંભલાની પાસે જઈને મૂકી આવે છે. નવાઈની વાત એ છે કે આ થાંભલા પર ઑલરેડી એક-બે નહીં પરંતુ ડઝનબંધ હૅન્ગર લટકેલાં પડ્યાં છે. @_indiana_Bones અકાઉન્ટ પરથી પોસ્ટ થયેલા વિડિયોને જોઈને કેટલાક લોકોએ કમેન્ટ કરી છે કે હવે કાગડો પોતાનું કપડાંનું બુટિક શરૂ કરી શકે એટલાં હૅન્ગર્સ થઈ ગયાં છે. 

Whatsapp-channel
offbeat news viral videos offbeat videos social media