19 June, 2024 02:28 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
લીના
આજકાલ યંગ છોકરીઓને વયોવૃદ્ધ પુરુષો સાથે પ્રેમ થઈ ગયો હોવાના સમાચાર બહુ ચમકે છે. એવામાં કોલમ્બિયાની એક યુવતીએ તો એનીયે હદ પાર કરી દીધી છે. લીના નામનાં આ બહેન એકસાથે સાત પુરુષોને ડેટ કરે છે અને આ સાતેસાત રિટાયર્ડ પેન્શનર છે. જેમને પણ લીનાના પ્રેમપ્રકરણની ખબર પડે છે તેઓ કહેતા ફરે છે કે આ છોકરીએ સાતેય પેન્શનરોના પૈસા માટે તેમની સાથે લફરું ચલાવ્યું છે. જોકે લીનાબહેનનું કંઈક અલગ જ કહેવું છે. તેમનું કહેવું છે કે ‘મારા હમઉમ્ર યુવકો સાથેની રોમૅન્ટિક રિલેશનશિપ્સમાં મને સતત નિરાશા જ મળી છે એટલે મને લાગે છે કે ઇમોશનલ અને ફાઇનૅન્શિયલ સ્ટેબિલિટી માટે રિટાયર વ્યક્તિ જ યોગ્ય છે.’
લીના દુખી હતી ત્યારે પાડોશમાં રહેતા વડીલે તેની સાથે ફ્લર્ટ કર્યું એ તેને બહુ ગમ્યું. એટલે તેણે એવા ગાર્ડનમાં ફરવાનું ચાલુ કર્યું જ્યાં એકલાઅટૂલા વડીલો કંટાળીને ટાઇમપાસ કરતા હોય. બસ, એ જગ્યાએથી જ લીનાને પસંદ કરનારા અને પ્રેમ કરનારા વડીલો મળતા ગયા. નવાઈની વાત એ છે કે હવે તેને સાત બૉયફ્રેન્ડ્સ છે અને બધા જ બૉયફ્રેન્ડને ખબર છે કે હું તમામ સાથે રિલેશનમાં છું. આ સાતેય પુરુષો લીનાનો ખર્ચ ઉઠાવે છે, તેને ઘરકામમાં મદદ કરે છે.