લૉસ ઍન્જલસના જે ઘરમાં ઈશા અંબાણીએ પ્રેગ્નન્સીમાં સમય વિતાવ્યો હતો એ ૧૨ બેડરૂમવાળું ઘર કોણે ખરીદ્યું?

03 April, 2024 10:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આનંદના પેરન્ટ્સ અજય અને સ્વાતિ પિરામલે નવદંપતીને ૫૦,૦૦૦ સ્ક્વેર ફુટમાં ફેલાયેલો ગીતા નામનો બંગલો ગિફ્ટ કર્યો હતો

ઈશા અંબાણી અને તેના પતિ આનંદ પિરામલનું લૉસ ઍન્જલસમાં આવેલું મૅન્શન

ઈશા અંબાણી અને તેના પતિ આનંદ પિરામલનું લૉસ ઍન્જલસમાં આવેલું મૅન્શન હૉલીવુડના સ્ટાર કપલ જેનિફર લોપેઝ અને બેન એફલેકે ખરીદી લીધું છે. લૉસ ઍન્જલસમાં આવેલું ભવ્ય મૅન્શન ૩૮,૦૦૦ સ્ક્વેર ફુટમાં ફેલાયેલું છે. અમેરિકાની ટૉપ સેલિબ્રિટીઝનાં ઘર જ્યાં આવેલાં છે એ બેવર્લી હિલ્સમાં આ મૅન્શન છે; જેમાં ૧૨ બેડરૂમ, ૨૪ બાથરૂમની સાથે જિમ, સ્પા અને ૧૫૪ ફુટ લાંબો સ્વિમિંગ-પૂલ પણ છે. આ અતિસુંદર ઘર લીલીછમ લૉનથી ઘેરાયેલું છે અને અહીં પિકલબૉલ રમી શકાય એવી કોર્ટ અને રૉયલ ડાઇનિંગ એરિયા પણ છે.જેનિફર લોપેઝ અને એફલેકે પોતાનાં અલગ-અલગ ઘરોને વેચીને ૫૦૦ કરોડ રૂપિયામાં આ પ્રૉપર્ટી ખરીદી હતી. ઈશા અંબાણીએ પ્રેગ્નન્સી દરમ્યાન મોટા ભાગનો સમય આ ઘરમાં વિતાવ્યો હતો. ઈશા અને આનંદનાં લગ્ન ૨૦૧૮માં થયાં હતાં. એ પછી આનંદના પેરન્ટ્સ અજય અને સ્વાતિ પિરામલે નવદંપતીને ૫૦,૦૦૦ સ્ક્વેર ફુટમાં ફેલાયેલો ગીતા નામનો બંગલો ગિફ્ટ કર્યો હતો જેની કિંમત ૧૦૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવે છે.

offbeat videos offbeat news social media Isha Ambani