જોઈ નથી શકતો આ બળદ, પણ મહેનત કરવામાં સૌથી આગળ છે

20 January, 2025 04:12 PM IST  |  Solapur | Gujarati Mid-day Correspondent

સર્જરી સફળ પણ થઈ ગઈ. બળદ બચી ગયો, પણ એની દૃષ્ટિ જતી રહી. જોકે એ પછી પણ બળદે કામ કરવાનું બંધ નથી કર્યું. બન્ને આંખે દેખાતું નથી

સોન્યા નામનો આ બળદ

સોલાપુર જિલ્લાના ઇન્દ્રસેન નામના એક ખેડૂત પાસે એક બ્લાઇન્ડ બળદ છે જે છેલ્લાં ૧૫ વર્ષથી એ પરિવારને ખેતીના કામમાં મદદ કરે છે. સોન્યા નામનો આ બળદ જન્મ્યો ત્યારે નૉર્મલ હતો, પણ એ ત્રણ વર્ષનો હતો ત્યારે ખેતરમાં કામ કરતી વખતે તેની આંખમાંથી પાણી વહેવા લાગ્યું. સતત પાણી નીકળ્યા કરતું હોવાથી ગામના પશુચિકિત્સકને બતાવ્યું તો ખબર પડી કે આંખમાં અસામાન્ય એવો માંસનો ગઠ્ઠો થઈ ગયો છે. જો એ ઑપરેશનથી દૂર નહીં કરવામાં આવે તો બળદ બચશે નહીં. સોન્યા બળદ માટે ખૂબ પ્રેમ હોવાથી ઇન્દ્રસેન સર્જરી માટે તૈયાર થઈ ગયા. સર્જરી સફળ પણ થઈ ગઈ. બળદ બચી ગયો, પણ એની દૃષ્ટિ જતી રહી. જોકે એ પછી પણ બળદે કામ કરવાનું બંધ નથી કર્યું. બન્ને આંખે દેખાતું નથી, પરંતુ છેલ્લાં ૧૨ વર્ષથી તે માલિકનું તો ઠીક, આસપાસના લોકોનું પણ ખેતર ખેડી આપે છે.

solapur national news news offbeat news