04 October, 2025 12:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જોકે એની કિંમત ૨.૭ લાખ રૂપિયા છે.
ફેમસ લક્ઝરી બ્રૅન્ડ પ્રાડાની નવી ટોટે બૅગ એની અજીબોગરીબ ડિઝાઇન માટે સોશ્યલ મીડિયા પર મજાકનો વિષય બની ગઈ છે. લાખો રૂપિયાની કિંમતની આ બ્રૅન્ડેડ બૅગને જોઈને લોકોને મુંબઈની લોકલ કે બસની ફર્શ યાદ આવે છે. ફૅશનની દુનિયામાં હંમેશાં કંઈક અજીબોગરીબ બનાવવામાં આવે છે. જોકે ક્યારેક મોટી બ્રૅન્ડના લોકો રોજબરોજના જીવનમાંથી પ્રેરિત થઈને એવી-એવી ફૅશન લૉન્ચ કરે છે કે ક્યારેક એ હિટ થઈ જાય છે ને ક્યારેક ચર્ચાનાં વમળો જગાવીને આપમેળે માર્કેટિંગ કરી લે છે. મેટાલિક લુકમાં લેધરને ગરમીથી સ્ટૅમ્પ મારીને ખાસ ડિઝાઇન બનાવવામાં આવી છે. ટચૂકડી બૅગ હોવા છતાં એમાં વૉટર-બૉટલ રાખી શકાય એવું કમ્પાર્ટમેન્ટ છે. જોકે એની કિંમત ૨.૭ લાખ રૂપિયા છે.