24 July, 2023 01:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ અમેરિકન પાસે છે લગભગ ૭૦,૦૦૦ પેન્સિલનું કલેક્શન
લાઇફમાં લગભગ દરેક જણે પેન્સિલનો અચૂક ઉપયોગ કર્યો હશે, પરંતુ અમેરિકામાં રહેતા ઍરોન બાર્થોલ્મી પાસે તો લગભગ ૭૦,૦૦૦ પેન્સિલ છે. તેની ઉંમર ૩૬ વર્ષ છે. તે આ પહેલાં ટીચર હતો અને ૬ વર્ષની ઉંમરથી તેણે પેન્સિલ કલેક્ટ કરવાનું શરૂ કર્યું હતું. રિસન્ટલી તેણે પેન્સિલના સૌથી વિશાળ કલેક્શનનો રેકૉર્ડ તોડવા માટે એક પબ્લિક ઇવેન્ટનું આયોજન કર્યું હતું.
ઍરોન પાસે એટલી બધી પેન્સિલ છે કે તે એને ગણતો જ નહોતો. જોકે પેન્સિલ્સના સૌથી વિશાળ કલેક્શન માટેનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ તોડવા માટે તેણે પબ્લિક ઇવેન્ટ રાખવી પડી હતી, જેમાં આ પેન્સિલ્સની ગણતરી થઈ હતી.
આ રેકૉર્ડ માટે સૌથી મોટી શરત એ છે કે દરેક પેન્સિલ અલગ હોવી જોઈએ. સ્વાભાવિક રીતે આમાંથી એકસરખી પેન્સિલ્સ ન આવી જાય એનું ધ્યાન રાખવા માટે સમય લાગે છે.
અત્યારે પેન્સિલના સૌથી મોટા કલેક્શનનો રેકૉર્ડ ઉરુગ્વેની એમિલિયો અરેનાસના નામે છે. તેમની પાસે ૨૪,૦૨૬ પેન્સિલ છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના જણાવ્યા અનુસાર એમિલિયો ૬૦ વર્ષ કરતાં વધુ સમયથી પેન્સિલ્સ કલેક્ટ કરી રહ્યાં છે.