એક શાનદાર ઘર વ્યક્તિદીઠ માત્ર ૯૦૦૦ રૂપિયામાં ભાડે મળે છે

29 December, 2022 09:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવાઈની વાત તો એ છે કે માત્ર સ્વિમિંગ-પૂલમાં જ ૫૦ લાખ ડૉલર અંદાજે ૪૧ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે

એક શાનદાર ઘર વ્યક્તિદીઠ માત્ર ૯૦૦૦ રૂપિયામાં ભાડે મળે છે

​વિશ્વનાં ઘણાં મોંઘાં રિસૉર્ટ ઍરબીએનબી પર ભાડા પર બુક કરાવી શકો છો. તાજેતરમાં જ કંપની દ્વારા અમેરિકાના ઍરિઝોનાના સ્કૉટ્સડેલમાં આવેલું એક પુલ હાઉસ ભાડે આપવાની ઑફર આપવામાં આવી છે, જેમાં સાત બેડરૂમ અને પાંચ બાથરૂમ છે. નવાઈની વાત તો એ છે કે માત્ર સ્વિમિંગ-પૂલમાં જ ૫૦ લાખ ડૉલર અંદાજે ૪૧ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે. સમગ્ર ઍરિઝોના સ્ટેટમાં આ સૌથી મોટો રેસિડેન્શિયલ સ્વિ​મિંગ-પૂલ છે. વળી એમાં પૂલ, નદી અને એક ધોધ પણ આવેલાં છે. ઘરની તમામ વસ્તુઓ નવી છે. ઘરની બહાર દસ વ્યક્તિઓ માટે ખારા પાણીનો સ્પા, બાસ્કેટબૉલ કોર્ટ, આઉટડોર ગૅસ બાર્બેક્યુ, કવર્ડ આઉટડોર ડાઇનિંગ અને આઉટડોર ટીવી પણ છે. ઘરની અંદર ઍરહૉકી ટેબલ, ટેબલ ફુટબૉલ, પોકર ટેબલ અને કાર્ડ ગેમ્સની પણ સુવિધા છે. વળી કોઈ નવજાત બાળકો સાથે આવે તો ફ્રી બેબી પૅકેજ છે જેમાં રમકડાંઓ, પ્લાસ્ટિકનાં વાસણો જેવી વસ્તુઓ અપાય છે. આ ઉપરાંત હાઉસકીપિંગ સર્વિસ, કેટરિંગ, ઇન-હોમ શેફ, ઑન ડિમાન્ડ ગ્રોસરી ડિલિવરી, મસાજ, યોગ, બેબી-સિટિંગ જેવી સુવિધાઓ પણ છે. ઘરના માલિકો એવો દાવો કરે છે કે એ પ્રોફેશનલી મૅનેજ થાય છે. ફાઇવસ્ટાર રિસૉર્ટ જેવી સુવિધાઓ અહીં આપવામાં આવે છે. પૂલ હાઉસ ૧૪૭૩ પાઉન્ડ ૧.૫૦ લાખ રૂપિયા પ્રતિ નાઇટના ભાડા પર મળે છે. જો ૧૬ લોકો એમાં હોય તો એ વ્યક્તિદીઠ માત્ર ૯૨ પાઉન્ડ પર નાઇટ એટલે કે ૯૦૦૦ રૂપિયામાં પડે છે. એટલે જો કોઈ મોટા પરિવાર સાથે જાય તો ઘણું સસ્તું પડે છે. 

offbeat news united states of america