03 June, 2024 07:59 PM IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજધાની લખનઉમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઈન્દિરાનગર સેક્ટર (Offbeat News) 20માં ડૉક્ટર સુનિલ પાંડેના ઘરમાં રવિવારે વહેલી સવારે કોઈ ચોર તાળા તોડીને ઘૂસ્યો અને વાસણો અને અન્ય વસ્તુઓ લઈ જવા માટે કોથળામાં ભરી હતી. આ પછી તેણે એસી અને પંખો ચાલુ કરી દીધો અને ત્યાં જ સૂઈ ગયો હતો. પાડોશીઓ પાસેથી માહિતી મળતાં, પોલીસ અને ડૉક્ટર (Offbeat News) સવારે નવ વાગ્યે પહોંચ્યા અને ચોરને રંગે હાથે પકડી લીધો હતો.
ડૉક્ટર અને પડોશીઓએ પહેલાં ચોરને ખૂબ માર માર્યો હતો. ગાઝીપુર પોલીસ સ્ટેશન (Offbeat News)ના ઈન્સ્પેક્ટર વિકાસ રાયના જણાવ્યા અનુસાર, પકડાયેલ ચોર કપિલ કશ્યપ છે, જે મુસદ્દીપુરનો રહેવાસી છે. ડૉ. સુનિલ પાંડેનું ઈન્દિરાનગર સેક્ટર 10માં મકાન છે. તેઓ તેમના પરિવાર સાથે ત્યાં રહે છે. આ ઘર બંધ રહે છે, પણ તેમની કેટલીક ઘરવખરીની વસ્તુઓ અને ફર્નિચર અહીં રાખવામાં આવ્યું છે.
સામાન બોરીઓમાં મૂકીને ચોર ત્યાં જ સૂઈ ગયો
વહેલી તકે તક મળતાં જ કપિલ તાળું તોડી ઘરમાં ઘુસ્યો હતો. તેણે ઇન્વર્ટર બેટરી, ગીઝર, વાસણો અને અન્ય કેટલીક વસ્તુઓ બે બોરીઓમાં પેક કરી હતી. બોરીઓમાં વસ્તુઓ રાખ્યા બાદ તેણે ત્યાં સિગારેટ પીધી અને પછી સૂઈ ગયો હતો. સવારે જ્યારે પાડોશીઓએ તાળું તૂટેલું જોયું તો તેમણે ડૉક્ટરને જાણ કરી. ડૉક્ટરે પોલીસ કંટ્રોલ રૂમને જણાવ્યું હતું.
પોલીસે ચોરને જગાડીને પકડી પાડ્યો
પોલીસ અને ડૉક્ટરની સાથે કેટલાક પડોશીઓ પણ ઘરની અંદર પહોંચ્યા છે. કપિલ ત્યાં સૂતો જોવા મળ્યો હતો. તેને જગાડવામાં આવ્યો અને તેની ધરપકડ કરવામાં આવી. સ્થળ પરથી સામાન પણ મળી આવ્યો હતો. ACP વિકાસ કુમાર જયસ્વાલે કહ્યું કે, કપિલ વિરુદ્ધ ચોરીના છ કેસ નોંધાયેલા છે. તે થોડા મહિના પહેલાં ચોરીના એક કેસમાં જેલમાંથી છૂટ્યો હતો.
ઉત્તર પ્રદેશમાં જજનો ડૉગી ગાયબ થઈ ગયો તો પોલીસ ૧૪ લોકોને શોધવાના કામે લાગી
ઉત્તર પ્રદેશના બરેલીમાં એક જજસાહેબનો ડૉગી ગુમ થઈ જતાં પોલીસ વિભાગમાં દોડાદોડી થઈ ગઈ છે. આ જજને લખનઉમાં પોસ્ટિંગ મળી છે અને તેમનો પરિવાર બરેલીમાં રહે છે. ગયા અઠવાડિયે ડમ્પી નામનો પડોશી તેમના ડૉગીને પકડવાના ઇરાદે ઘરમાં ઘૂસી આવ્યો હતો. ડમ્પીને ડૉગી પ્રત્યે ભારે ગુસ્સો હતો, કેમ કે તેણે તેની પત્નીને બચકું ભર્યું હતું. જ્યારે જજની પત્ની અને બે દીકરીઓએ વિરોધ કર્યો તો ડમ્પીએ ગાળાગાળી કરી હતી. એ પછી ડમ્પીએ તેના મિત્રોને બોલાવ્યા અને બળજબરી ડૉગીને પકડીને ફરાર થઈ ગયા.
લખનઉમાં બેઠેલા જજને આ વિવાદની જાણ થતાં જ તેમણે ડમ્પીને ફોન લગાવ્યો, પણ તેણે ફોન ઉપાડવાને બદલે વૉટ્સઍપ પર અપશબ્દો કહીને ધમકી આપી. જજની સામે થનારા ડમ્પી અહમદ સહિત ૧૪ લોકો સામે પોલીસે સર્ચ-ઑપરેશન હાથ ધર્યું છે. જજને એવી શંકા છે કે ડમ્પીએ તેના ડૉગીને પતાવી નાખ્યો છે. હવે આ જજનો ડૉગી નહીં મળે તો આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.