આ છે હૅન્ડમેડ અને ફૅનમેડ આઇસક્રીમ

01 April, 2023 11:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આપણે ભારતીયો બજારમાં મળતી પ્રત્યેક વસ્તુઓ ઘરે બનાવવાનું કૌશલ ધરાવીએ છીએ.

આ છે હૅન્ડમેડ અને ફૅનમેડ આઇસક્રીમ

આપણે ભારતીયો બજારમાં મળતી પ્રત્યેક વસ્તુઓ ઘરે બનાવવાનું કૌશલ ધરાવીએ છીએ. એ માટે જોકે ભારતીયો જુગાડ કરવામાં નિપુણ હોય છે, પરંતુ બીજા શબ્દોમાં કહીએ તો એ જરૂરિયાતના સમયે ઉપયોગમાં લેવામાં આવતી રચનાત્મકતા હોય છે.  
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રએ ટ‍્‌િવટર પર શૅર કરેલા વિડિયોમાં સીલિંગ ફૅનની મદદથી આઇસક્રીમ તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાયલો જુગાડ જોવા મળે છે. વિડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા આઇસક્રીમ બનાવવા માટે દૂધ તૈયાર કરીને એક મોટા કૅનમાં ઠાલવીને એ કૅનને એક મોટા ડબ્બામાં મૂકીને આજુબાજુની જગ્યામાં બરફના ટુકડા ભરે છે. ત્યાર બાદ દૂધ ભરેલા કૅનને દોરી વડે સીલિંગ ફૅન સાથે બાંધીને ફૅન ચાલુ કરે છે. ઔદ્યોગિક રીતે ચર્નરમાં તૈયાર કરવામાં આવતી આઇસક્રીમની પ્રક્રિયાની જેમ જ દૂધનું કૅન ડબ્બાની અંદર ફરે છે અને આ પ્રમાણે હૅન્ડમેડ તેમ જ ફૅનમેડ આઇસક્રીમ તૈયાર થાય છે.    
 આ વિડિયોને અત્યાર સુધી ૮૦,૦૦૦ વ્યુઝ મળ્યા છે.

offbeat news anand mahindra