ટચલી આંગળીના નખ કરતાંય નાનું વિશ્વનું સૌથી ટચૂકડું વૅક્યુમ ક્લીનર

16 September, 2024 12:35 PM IST  |  INDIA | Gujarati Mid-day Correspondent

23 વર્ષની એક ભારતીય છોકરીએ 0.65 સેમી વેક્યૂમ ક્લીનર બનાવીને 2020 થી તેનો અગાઉનો 1.76 સેમીનો રેકોર્ડ તોડીને નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

ટચલી આંગળીના નખ કરતાંય નાનું ટચૂકડું વૅક્યુમ ક્લીનર

૨૩ વર્ષની એક ભારતીય છોકરીએ ૨૦૨૦ની સાલમાં ૧.૭૬ સેન્ટિમીટરનું ટચૂકડું વૅક્યુમ ક્લીનર બનાવ્યું હતું અને તેના નામે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પણ હતો. જોકે આ કન્યાને હજીયે પોતાનો રેકૉર્ડ તોડવો હતો. છેલ્લાં બે વર્ષથી તે પોતાના જ સૌથી ટચૂકડા વૅક્યુમ ક્લીનરનો રેકૉર્ડ તોડવા માટે પ્રયોગ કરી રહી હતી અને આખરે તેણે માત્ર ૦.૬૫ સેન્ટિમીટરનું નાનું ક્લીનર વિકસાવી કાઢ્યું છે જે ટચલી આંગળીના નખ કરતાંય નાનું છે. હવે આટલા ટચૂકડા વૅક્યુમ ક્લીનરથી ખરેખર શું સાફ થશે એની તો ખબર નથી.

guinness book of world records india india news offbeat news technology news