26 August, 2024 11:25 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશના ગ્વાલિયરની ઘટના છે. અજય ભાર્ગવ નામની એક વ્યક્તિએ પોતાની પત્નીની હત્યા કરવાની સુપારી આપી હતી. લગભગ બે વીક પહેલાં મુસ્કાન નામની મહિલાનું કાર-ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું. જોકે એ અકસ્માત નહોતો, મર્ડર હતું જે તેના જ પતિએ કરાવ્યું હતું. એની પાછળનું કારણ એ હતું કે અજય પત્નીની શૉપિંગની લતથી કંટાળી ગયો હતો. ખૂબ શૉપિંગ કરીને બેફામ પૈસા ખર્ચતી પત્નીને પહેલાં તો તેણે ઘણી સમજાવી જોઈ, પણ તેની લત છૂટતી જ નહોતી. આખરે તેણે પોતાના મિત્રને અઢી લાખ રૂપિયાની સુપારી આપી અને પત્નીને કાર નીચે કચડાવી નાખી.