ઇસરોના રીયુઝેબલ લૉન્ચ વેહિકલ પુષ્પકની ત્રીજી ટ્રાયલ પણ સફળ રહી

24 June, 2024 02:31 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

કર્ણાટકના ચિત્રદુર્ગમાં ગઈ કાલે સવારે ૭.૧૦ વાગ્યે ફાઇનલ ટેસ્ટ થઈ હતી.

વેહિકલ પુષ્પક

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO-ઇસરો)એ ફરી એક વાર મોટી સફળતા હાંસલ કરી છે. રીયુઝેબલ લૉન્ચ વેહિકલ પુષ્પકની લગાતાર ત્રીજી વાર લૅન્ડિંગ ટ્રાયલ સફળ થઈ છે. આ પુષ્પકની છેલ્લી ટેસ્ટિંગ છે. કર્ણાટકના ચિત્રદુર્ગમાં ગઈ કાલે સવારે ૭.૧૦ વાગ્યે ફાઇનલ ટેસ્ટ થઈ હતી.

રનવેથી ૪.૫ કિલોમીટર દૂરથી ૪.૫ કિલોમીટર ઊંચાઈએથી પુષ્પકને છોડવામાં આવ્યું હતું અને એ વખતે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો એમ છતાં પુષ્પકે એ હવામાં પોતાનો રસ્તો બનાવીને રનવે પર ઉતરાણ કર્યું હતું. આ મિશન સફળ થવાથી હવે ભવિષ્યમાં અંતરિક્ષમાંથી પાછાં આવનારાં યાન કેવી રીતે પાછાં ઊતરશે એની દિશા સ્પષ્ટ થઈ છે. 

offbeat news indian space research organisation life masala karnataka