13 February, 2024 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાણી ક્વીન માર્ગરિટા
યુનાઇટેડ ઇટલીનાં સૌપ્રથમ રાણી ક્વીન માર્ગરિટાના નામ પરથી ભરપૂર મોઝરેલા ચીઝવાળા પીત્ઝાનું નામ માર્ગરિટા પડ્યું હતું. તેઓ કિંગ અમ્બર્ટો-વનનાં પત્ની હતાં અને ખૂબ સુંદર દેખાતાં હતાં. ૧૮૮૯માં તેઓ નેપલ્સના એક લોકલ પીત્ઝેરિયામાં જમવા ગયાં ત્યારે તેમને ફ્લૅટ બ્રેડ પર હૅન્ડ ક્રશ્ડ ટમેટો, ફ્રેશ બેસિલ લીવ્સ અને ખૂબબધું મોઝરેલા ચીઝ ભભરાવીને બેક કરેલો પીત્ઝા સર્વ કરવામાં આવ્યો હતો જે તેમને બહુ ભાવ્યો હતો. બસ, એ પછી તો તેમણે વારંવાર એ વાનગી ખાવાનો આગ્રહ કર્યો અને પીત્ઝેરિયાએ એને ક્વીનના નામે એ વાનગીનું નામ પીત્ઝા માર્ગરિટા જ કરી દીધું.