સાઉદીમાં રણનો એક હિસ્સો લીલોછમ થયો

14 April, 2024 02:30 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

પૂરતા પ્રમાણમાં પાણી મળવાને કારણે સદીઓથી સૂકાભઠ એવા આ વિસ્તારમાં લીલું ઘાસ જોવા મળી રહ્યું છે.

લીલોતરી

સાઉદી અરેબિયામાં હાલમાં પડેલા વરસાદને કારણે પવિત્ર શહેરો મક્કા અને મદીના વચ્ચેના રણના એક હિસ્સામાં લીલોતરી છવાઈ ગઈ છે. પૂરતા પ્રમાણમાં પાણી મળવાને કારણે સદીઓથી સૂકાભઠ એવા આ વિસ્તારમાં લીલું ઘાસ જોવા મળી રહ્યું છે. આ પરિવર્તન સાઉદી અરેબિયાના પશ્ચિમ વિસ્તારમાં થયું છે. આ વિશેની સોશ્યલ મીડિયા પોસ્ટમાં એક યુઝરે લખ્યું હતું કે એકધારા વરસાદને કારણે આ વિસ્તારમાં હવે ઘાસ અને છોડ ઊગી નીકળ્યાં છે. ઊંટને ચરવા માટે લીલું ઘાસ મળી રહ્યું છે. આ લીલોતરી હવે નાસાના સૅટેલાઇટ દ્વારા પણ નિહાળી શકાય છે. અન્ય એક યુઝરે આ ફેરફારને ઈશ્વરનો સંકેત 
ગણાવ્યો છે. 

offbeat news saudi arabia