11 September, 2024 12:12 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
જ્વેલરી ભરેલું પર્સ રિક્ષાચાલકે પાછું આપ્યું
અત્યારે ટ્રિપ કૅન્સલ કરનાર મહિલાને થપ્પડ મારનાર રિક્ષા-ડ્રાઇર ચર્ચામાં છે ત્યારે ગુરુગ્રામના એક રિક્ષાચાલકે પ્રામાણિકતાનું દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. ગુરુગ્રામમાં મહિલા તેના મિત્રના ઘરે જવા માટે બપોરે એક વાગ્યે રિક્ષામાં બેઠી હતી. ત્યાં પહોંચીને તેણે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)થી ભાડું ચૂકવી દીધું હતું, પરંતુ પર્સ રિક્ષામાં જ ભૂલી ગઈ હતી. પર્સમાં આધાર કાર્ડ, પૅન કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ જેવા મહત્ત્વના દસ્તાવેજ હતા. હીરાજડિત પેન્ડન્ટવાળી સોનાની ચેઇન પણ એમાં હતી. મહિલા ચિંતામાં મુકાઈ ગઈ. એ પછી તેણે મિત્ર સાથે મળીને UPI મેસેન્જર દ્વારા રિક્ષાચાલકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ ન થઈ શક્યો એટલે છેવટે પોલીસને જાણ કરી. ત્યાં જ સાંજે પાંચ વાગ્યે રિક્ષા-ડ્રાઇવર સામેથી મહિલા પાસે આવ્યો અને પર્સ સોંપી દીધું.