12 December, 2023 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થોડા દિવસ પહેલાં હ્યુન્દાઇ, મારુતિ સુઝુકી, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર, હૉન્ડા અને આઉડી જેવી કાર-કંપનીઓએ પોતાની કારના ભાવમાં દોઢથી બે ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી અને હવે એમાં તાતાનો પણ સમાવેશ થયો છે. તાતા મોટર્સે ૨૦૨૪ની પહેલી જાન્યુઆરીથી એનાં કમર્શિયલ વાહનોના ભાવમાં ૩ ટકા સુધીનો ભાવવધારો કરવાનું કહ્યું છે. ઇન્પુટ ખર્ચમાં થયેલા વધારાને સરભર કરવા માટે એ કંપની આ ૩ ટકા સુધીની વૃદ્ધિ કરશે. ભાવમાં આ વધારો કમર્શિયલ વેહિકલની તમામ રેન્જ પર લાગુ પડશે. તાતા મોટર્સ હૅચબૅક ટિયાગોથી પ્રીમિયમ એસયુવી સફારી સુધીના ૫.૬ લાખ રૂપિયાથી લઈને ૨૫.૯૪ લાખ રૂપિયા વચ્ચેની કિંમતનાં વિવિધ રેન્જનાં પૅસેન્જર વાહનોનું વેચાણ કરે છે.કૉમોડિટીના ભાવ વિક્રમી સ્તરથી નીચે આવી ગયા હોવા છતાં ઑટો ઉત્પાદકો ઊંચા ફુગાવાના વાતાવરણમાં માર્જિન વધારવા માટે ભાવવધારાનો આશરો લઈ રહ્યા છે.