આ બ્યુટિફુલની બિલાડીની નેટવર્થ આઠ અબજ રૂપિયા

07 January, 2023 09:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોઈ ઍનિમલની નેટવર્થ કરોડો રૂપિયા હોઈ શકે? વેલ, આ પણ એક હકીકત છે.

આ બ્યુટિફુલની બિલાડીની નેટવર્થ આઠ અબજ રૂપિયા


કોઈ ઍનિમલની નેટવર્થ કરોડો રૂપિયા હોઈ શકે? વેલ, આ પણ એક હકીકત છે. સિંગર ટેલર સ્વિફ્ટ પાસે રહેલી સ્કૉટિશ ફોલ્ડ પ્રજાતિની બિલાડી ઑલિવિયા બેન્સન દુનિયામાં ત્રીજા નંબરનું સૌથી અમીર પાળેલું પ્રાણી છે. આ કૅટની નેટવર્થ ૯.૭૦ કરોડ ડૉલર (લગભગ આઠ અબજ રૂપિયા) છે.
અમેરિકન ન્યુઝપેપર ‘ન્યુ યૉર્ક પોસ્ટ’ના જણાવ્યા અનુસાર સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર @Nala cat પાસે રહેલી સિમેસે અને ટેબી પ્રજાતિની મિક્સ બિલાડી આ લિસ્ટમાં ૧૦ કરોડ ડૉલર (૮.૨૫ અબજ રૂપિયા)ની નેટવર્થ સાથે બીજા સ્થાને છે. ઇટાલિયન મીડિયા કૉર્પોરેશન ગુંથેર કૉર્પોરેશનની માલિકીના જર્મન શેપર્ડ ગુંથેર વીઆધ ૫૦ કરોડ ડૉલર (૪૧.૨૮ અબજ રૂપિયા)ની નેટવર્થની સાથે દુનિયાનું સૌથી અમીર પાળેલું પ્રાણી છે.
ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ્સની સંખ્યા તેમ જ દરેક પાળેલા પ્રાણીની સોશ્યલ મીડિયા પોસ્ટ દીઠ અંદાજિત રેવન્યુના આધારે આ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. સ્વિફ્ટે ૨૦૨૦માં એના ઇન્સ્ટાગ્રામ પેજ પર ઑલિવિયાનો સોફા પર બેસેલો એક ફોટો શૅર કર્યો હતો, જેણે ૨૦ લાખથી વધુ લાઇક્સ મેળવી હતી. 
ઑલિવિયા ટેલરના હિટ સૉન્ગ ‘બ્લૅન્ક સ્પેસ’ના વિડિયોમાં પણ જોવા મળી હતી. ટેલરની પાસે બીજી બે બિલાડી છે, જેમાંથી એક સ્કૉટિશ ફોલ્ડ પ્રજાતિની મેરેડિથ ગ્રે અને બીજી રેગડૉલ પ્રજાતિની બેન્જામિન બટન છે.

offbeat news gujarati mid-day