બંગાળનાં સિંહ અને સિંહણનાં નામ અકબર અને સીતા બદલીને કરવામાં આવ્યાં સૂરજ અને તનયા

03 August, 2024 01:54 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

બંગાળની સરકાર દ્વારા કે ઝૂ દ્વારા એ નામ રાખવામાં નહોતાં આવ્યાં

સિંહ અને સિંહણ

બંગાળનાં સિંહ-સિંહણનાં નામના વિવાદનો આખરે અંત આવ્યો છે. ફેબ્રુઆરીમાં ત્રિપુરાથી સિલિગુડી આવેલા એક ઝૂમાં સિંહ અને સિંહણને લાવવામાં આવ્યાં હતાં. એ સમયે સિંહનું નામ અકબર હતું અને સિંહણનું નામ સીતા હતું આથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો હતો. એ માટે તેમણે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અકબર તો મુગલ રાજા હતો. સીતા પ્રભુ રામનાં પત્ની હતાં અને હિન્દુ ધર્મમાં તેમને દેવી તરીકે પૂજવામાં આવે છે આથી બન્નેનાં નામ બદલવામાં આવે અને તેમને અલગ–અલગ રાખવામાં આવે એવી વિનંતી કોર્ટમાં કરવામાં આવી હતી. એ માટે કોર્ટે ચુકાદો આપ્યો છે કે બંગાળની સરકાર દ્વારા કે ઝૂ દ્વારા એ નામ રાખવામાં નહોતાં આવ્યાં એથી હવે તેઓ નામ બદલી શકે છે તેમ જ હિન્દુઓની લાગણીઓ દુભાઈ હોવાથી એ નામ બદલવું અનુકૂળ છે. આથી સિંહનું નામ હવે સૂરજ અને સિંહણનું નામ તનયા કરવામાં આવ્યું છે. તનયાનો અર્થ દીકરી થાય છે.

bengal environment life masala offbeat news