થાઇલૅન્ડના કબ્રસ્તાનમાં મડદાંઓને મૂવી બતાવવામાં આવી

07 July, 2024 10:25 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

પાંચ દિવસનો થિયેટર ફેસ્ટિવલ કબરમાં પોઢેલાં શબો માટે ગોઠવવામાં આવ્યો હતો

થાઈલેન્ડ

ઓપન ઍર થિયેટરમાં મૂવી-સ્ક્રીનિંગ આજકાલ ઇનથિંગ છે. ખુલ્લા આકાશ તળે, ચાંદની રાતમાં મસ્ત લહેરાતા પવનમાં ચટાઈ કે ખુરસી પર લાંબા થઈને મૂવી માણવાની મજા જ કંઈક ઑર હોય છે. જોકે થાઇલૅન્ડમાં આવું ઓપન ઍર થિયેટર માણસો માટે નહીં, મડદાંઓ માટે તૈયાર કરવામાં આવ્યું હતું. થાઇલૅન્ડના નખોન પ્રાંતમાં આવેલા એક કબ્રસ્તાનમાં જ્યાં લગભગ ૩૦૦૦ જેટલી કબરો છે ત્યાં પાંચ દિવસનો થિયેટર ફેસ્ટિવલ કબરમાં પોઢેલાં શબો માટે ગોઠવવામાં આવ્યો હતો. દરેક કબર પાસે એક ખાલી ચૅર ગોઠવવામાં આવી હતી. પાંચ દિવસ દરરોજ રાતે ૭ વાગ્યે મૂવી-સ્ક્રીનિંગ શરૂ થતું અને મિડ-નાઇટે પૂરું થતું. દરેક કબર પર ય‌ુનિક ફૂડ, કપડાં, રમકડાંનાં ઘર અને વાહનો જેવી ચીજો મૂકીને પૂર્વજોની અધૂરી ઇચ્છા જો રહી ગઈ હોય તો એ પૂરી થઈ જાય એવું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ આયોજન કબ્રસ્તાને ખુદ કરેલું, મરનારાઓના સ્વજનોએ નહીં. કબ્રસ્તાનના અધિકારીનું કહેવું હતું કે આજકાલ મૉડર્ન સમયમાં લોકોની અધૂરી ઇચ્છાઓનાં પરિમાણો બદલાયાં છે ત્યારે તેમને એ મુજબનું ઑફરિંગ આપવું જરૂરી છે.

offbeat news thailand international news