ડ્રગ્સના રવાડે ચડેલા હિંસક દીકરાથી બચવા માતાએ ઘરમાં જ જેલ બનાવીને પૂરી દીધો

15 November, 2024 01:53 PM IST  |  Thailand | Gujarati Mid-day Correspondent

થાઇલૅન્ડના બુરીરામ પ્રાંતમાં રહેતી ૬૪ વર્ષની એક બુઝુર્ગ મહિલાએ ઘરમાં જ જેલ જેવા સળિયા ઇન્સ્ટૉલ કરીને પોતાના દીકરાને એ જેલમાં પૂરી દીધો છે

ઘરમાં જ જેલ

થાઇલૅન્ડના બુરીરામ પ્રાંતમાં રહેતી ૬૪ વર્ષની એક બુઝુર્ગ મહિલાએ ઘરમાં જ જેલ જેવા સળિયા ઇન્સ્ટૉલ કરીને પોતાના દીકરાને એ જેલમાં પૂરી દીધો છે. જેલની અંદર બાથરૂમ, ટીવી, મોબાઇલ, વાઇ-ફાઇ, સરસ પોચી પથારી બધું જ છે. એટલું જ નહીં, તેના પર નિગરાની રાખવા ક્લોઝ્ડ સર્કિટ ટીવી કૅમેરા પણ છે. જે દીકરાની દરેક હરકત પર નિગરાની રાખે છે. જેલમાં દીકરાની તમામ સુવિધાઓ વિશે તેની મા ધ્યાન રાખે છે. આવું કરવાનું કારણ શું? તો માજી કહે છે, ‘દીકરો જુગાર અને ડ્રગ્સના રવાડે ચડી ગયો હોવાથી હિંસક થઈ ગયો છે. તેના પિતાના મૃત્યુ પછી તેની હિંસક હરકતોને સંભાળવાનું અઘરું થઈ ગયું છે. મારા અને પાડોશીના જીવ બચાવવા માટે તેને જેલમાં પૂરી રાખવો જરૂરી છે.’

offbeat news thailand international news world news