મોબાઇલ કંપનીના બૉસે પોતાના હેલ્થ ચેકઅપ માટે માણસને મોકલી દીધો

19 May, 2024 02:53 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

નવલકિશોર રામ નામના આ માણસની પણ પોલીસે અરેસ્ટ કરી છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

બૉસ પોતાનાં કામ તેના કર્મચારીના માથે નાખે એવું ઘણી ઑફિસમાં બનતું હોય છે, પણ લાવા ઇન્ટરનૅશનલ મોબાઇલ કંપનીનો કિસ્સો અનોખો છે. આ કંપનીના  મૅનેજિંગ ડિરેક્ટર હરિઓમ રાય સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)નો કેસ ચાલી રહ્યો છે. રાયે ધરપકડથી બચવા માટે હાર્ટની ગંભીર બીમારીનું બહાનું આગળ કર્યું હતું એટલું જ નહીં, એ માટેના જરૂરી મેડિકલ ડૉક્યુમેન્ટ્સ પણ રજૂ કર્યા હતા. જોકે એમ છતાં રાયની ધરપકડ થઈ અને હવે તેમને જુડિશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. કારણ એ છે કે હાર્ટના મેડિકલ ચેકઅપ માટે હરિઓમ રાયે જાતે હૉસ્પિટલ જવાને બદલે પોતાનો માણસ મોકલી દીધો હતો. નવલકિશોર રામ નામના આ માણસની પણ પોલીસે અરેસ્ટ કરી છે. EDએ કોર્ટમાં સુનાવણી દરમ્યાન આ વાતનો ઘટસ્ફોટ કર્યો હતો. એ પછી કોર્ટે તેમને કસ્ટડીમાં લેવાનો આદેશ આપ્યો હતો. રાય સામે મની લૉન્ડરિંગનો કેસ ચાલી રહ્યો છે.

offbeat news india