18 November, 2024 02:33 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઊંધી બાઇક
સોશ્યલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચવા આજકાલ લોકોને ટેઢાં કામ કરવાનું બહુ ગમે છે. હજી થોડા દિવસ પહેલાં ઊંધી કાર દોડતી જોવા મળેલી અને હવે બાઇકનો વારો આવ્યો છે. બે મોટાં વ્હીલ્સ ઉપરની તરફ અને સીટ નીચેની તરફ હોય એવી ઊંધી બાઇક લઈને એક માણસ પેટ્રોલ પમ્પ પર આવે છે. બાઇકની રચના જ એવી છે કે એમાં વ્હીલની સાઇડથી પેટ્રોલ અંદર નખાય છે. નીચેના હૅન્ડલની તરફ નાનાં ટૉય સાઇઝનાં વ્હીલ્સ છે જેનાથી બાઇક ચાલે છે. આમાં નવાઈની વાત એ છે કે બાઇકચાલક પેટ્રોલ પમ્પ પર આવ્યો ત્યારે ત્યાં ઊભેલા માણસે કોઈ જ આશ્ચર્ય જતાવ્યા વિના ચૂપચાપ પેટ્રોલ ભરાવી આપ્યું હતું.